ફરકતી જોઈ તારી ઓઢણી,
આ હૈયુ હાથ નથી રહેતુ.
આંખે આંજ્યો મેઘધનુષી રંગ,
આ હૈયુ હાથ નથી રહેતુ.
તમારી બંધ થતી પલકો મા,
આખી ઉમ્રકૈદ કુરબાન.
ઊઘડતા જોઈ ગુલાબી હોંઠ,
આ હૈયુ હાથ નથી રહેતુ.
નઝર ને આપની સમજાવો ,
કટારી મ્યાન માં રાખે .
જરા વધ-સ્થંભ સુધી તો જાઊ,
આ હૈયુ હાથ નથી રહેતુ.
ચાતક તરસ આંખો માં ભરી,
મે આપની રાહ નીહાળી છે.
તું આવ બની રીમઝીમ સાવન,
આ હૈયુ હાથ નથી રહેતુ.
તમારી ચાલ ના લય ની સાથે,
આ દીલ ધબકતુ ચાલે છે.
અને જોઈ લચકાતી ચાલ ,
આ હૈયુ હાથ નથી રહેતુ .
વાયરા ની ઍક લહેર સાથે ,
મને પાલવ અડ્ક્યા નો વહેમ.
પછી રોમરોમ ઊથતો વંટોળ,
આ હૈયુ હાથ નથી રહેતુ .
કાયમ શાંત રહેતી આ ચુંદડી,
આજ અચાનક ફરકી કેમ.
કારણ એનુ જાણ્યુ તો પાગલ.
આ હૈયુ હાથ નથી રહેતુ.
-કમલ-
Wednesday, January 21, 2009
Tuesday, December 30, 2008
પાગલ-પાગલ
એ આંખો મા ખુદ ને નીહાળી મન થઈ ઊઠ્યુ પાગલ-પાગલ,
જેમ આવતી જોઈને કોઈ સરીતા સાગર થાયે પાગલ-પાગલ.
ઝરણા કેરા કલ-કલ છલ નાદે પર્વત થાતો પાગલ-પાગલ,
ને કોયલ ના ઍક ટહુકા સાથે વનરાવન પણ પાગલ-પાગલ.
યમુના જળ મા ન્હાતી રાધા ને કાનો થાતો પાગલ-પાગલ,
અને કાનકુંવર ની મોરલીઍ મન રાધા નુ પણ પાગલ-પાગલ.
વર્ષા ની રીમ-ઝીમ સંગાથે ધરતી નુ મન પાગલ-પાગલ,
જેમ લહેરાતુ જોઈ ને ખેતર ખેડુત નાચે પાગલ-પાગલ.
કમળ પાંખડી મા કેદ થઈ ને ભમરો થાતો પાગલ-પાગલ,
જેમ શમા મા જલવા ને થઈ ઊઠે પતંગો પાગલ-પાગલ.
પાગલ ને ના પાગલ કહેશો, પાગલ તો છે પાગલ-પાગલ,
આપની લાગણી આજ નીહાળી પાગલ થયો છે પાગલ-પાગલ.

Labels:
કવિતા,
કાવ્ય,
ગુજરાતી કવિતા,
પાગલપન
Wednesday, October 22, 2008
સંબંધો લોહીલુહાણ
સંબંધો ની સંકડામણ માં સપના ઓ સૌ લોહીલુહાણ,
આવેગો ની અથડામણ માં મન-મુંજારો લોહીલુહાણ.
સપનાના સાગર મંથનથી વીષ વ્યથાનુ નીક્ળ્યુ તો,
કોને કહીશુ નીલકંઠ થાયે, કંઠ બધા ના લોહીલુહાણ.
જીંદગી ના પ્રત્યેક કદમ પર કેટલી ઠોકર ખાધી છે,
કેટ-કેટલા નામ ગણાવુ , આ સંબંધો સૌ લોહીલુહાણ.
કોમળતાનો આનંદ લુંટવા જો કોઇ પંહોચે પુષ્પો ચુંટવા,
કાંટા વચ્ચે આવી જશે ને, કરશે એમને લોહીલુહાણ.
સંબંધો ના સરવાળા ને બાદબાકી પણ બહુ અઘરી છે,
સેજ અમસ્તુ ચુક્યાતો પછી લાગણીઓ સૌ લોહીલુહાણ.
દર્દ છબી ને ચીતરવા ને હાથ જરા અજમાવ્યો ત્યાં,
દર્દ બધા વીસરાય ગયાને, હાથ અમારો લોહીલુહાણ.
દીપ અમારી જીંદગીનો 'પાગલ' છેલ્લા ડચકા ખાયે છે,
અંધારા ટાંપી ને બેઠા, કરવા જ્યોત અમારી લોહીલુહાણ.
--કમલ

ગુજરાતી કવિતા
Tuesday, October 14, 2008
એવુ તો કેવુ છે સ્મીત
એવુ તો કેવુ છે સ્મીત અલી તારુ, જેણે ચોર્યુ છે આ દીલ આજ મારુ.
એવુ તો કેવુ.......!
ચોર્યા છે એણે કેવા ફુલો ના રંગ, ને કેવી સુગંધ પણ ચોરી છે સંગ.
ચંચળતા ઝરણા ની એણે છે ચોરી, અને ચોર્યા છે સાગર કેરા તરંગ.
એવુ તો કેવુ.......!
અગ્ની ની જ્વાળા પણ એણે ચોરી, ને ચોરી શીતળતા ચાંદની ની એણે.
નશીલી શરાબ બધી ભેગી કરી ને, મીલાવી સંધ્યા ની લાલીમા એણે.
એવુ તો કેવુ.......!
સાતેય સુરો નુ કરી ભેગુ સંગીત, અને ચોરી લીધા કોયલ ના ગીત.
ચોરી કરી ને જોને મલકે છે કેવુ, જાણે થઇ હોય એની કોઇ જીત.
એવુ તો કેવુ.......!
ચોર્યુ ભલે એણે આ દીલ મારુ, હવે માન તું આ એટલુ તો સારુ.
મારુ એ દીલ રહે ભલે તારી પાસ, પણ હવે દઇદે તું દીલ મને તારુ.

Sunday, September 28, 2008
કવિતા
તમારી બંધ પલકો મહીથી સરકી જાય કવિતા, ઉઘડતા હોંઠ વચ્ચે થીયે નીકળી જાય કવિતા.
તમે ચાલો તો મંથર ગતીએ ચાલી જાય કવિતા, અચાનક જાવ રોકાઈ તો રોકાઈ જાય કવિતા.
હવા નો ઝોંક બેઘડી ગમ્મત કરી જાય ઝુલ્ફો થી,ત્યારે અલકલટો ની સાથે લહેરાઈ જાય કવિતા.
ચમકતી ચાંદની રાતો મા મહેકતી ગર્મ સાંસોથી,ચુંબન તમાર અધરો પર છાપી જાય કવિતા.
તમારી પાયલ ના રણકારે જો રણકાય કવિતા,અને દંત-પંક્તીઓ વચ્ચે થી હસી જાય કવિતા.
તો,બની રંગીન જીગર ના સૂર છેડી જાય કવિતા,કેમ ના દીલ ની માફક પાગલ બની જાય કવિતા.
-કમલ

Subscribe to:
Posts (Atom)